Explore

Search

September 18, 2026

Contact us -7820092500

IAS Coaching

હાઈવે પર પેટ્રોલ-ડીઝલ ચોરીનું રેકેટ ઝડપાયું, ૩ ઝડપાયા

સુરત ગ્રામ્ય: પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં નેશનલ હાઈવે નં. ૪૮ પર પાર્કિંગમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરતા ટેન્કર ચાલક, ક્લીનર અને કારચાલક સહિત ત્રણ આરોપીઓને સુરત ગ્રામ્ય એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી આશરે ૮૦ લીટર પેટ્રોલ, ૨૧૫ લીટર ડીઝલ, ઓમની કાર, ત્રણ મોબાઈલ, ચોરીમાં વપરાતા સાધનો અને રોકડ સહિત કુલ રૂ. ૯૮,૦૩૫નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં ઉમાશંકર અમરનાથ યાદવ, મનોજકુમાર જગરામ યાદવ અને ગૌતમકુમાર હીરાલાલ શાહનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં ટેન્કર ચાલક ડેપોમાંથી ઇંધણ ભરી લાવી અન્ય સાગરીતો સાથે મળી તેની ચોરી કરતો હોવાની વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે. વિજય અને તૌહીદ નામના બે આરોપીઓ વોન્ટેડ છે. પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!