Explore

Search

August 10, 2026

Contact us -7820092500

IAS Coaching

ડાંગના ભોવાન રાઠોડે 6,111 મીટર ઊંચું ‘માઉન્ટ યુનમ’ સર કરી લહેરાવ્યો તિરંગો

ડાંગ જિલ્લાના પર્વતારોહક યુવક ભોવાનભાઈ જયરામભાઈ રાઠોડે હિમાલયના લાહૌલ વિસ્તારમાં આવેલા 6,111 મીટર ઊંચા ‘માઉન્ટ યુનમ’ શિખરને સફળતાપૂર્વક સર કરી તેની ટોચ પર તિરંગો લહેરાવી ડાંગ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

પ્રતિકૂળ હવામાન, કાતિલ ઠંડી અને ઊંચાઈ સહિતના પડકારો વચ્ચે યોજાયેલા આ અભિયાનમાં કુલ 10 પર્વતારોહકો જોડાયા હતા, જેમાંથી માત્ર 4 જ શિખરની ટોચ સુધી પહોંચી શક્યા હતા. ભોવાન રાઠોડે અડગ મનોબળ અને સાહસના બળે સફળતાપૂર્વક શિખર સર કર્યું હતું.

આ સિદ્ધિ સાથે પર્વતારોહણ ક્ષેત્રે ભોવાન રાઠોડે પોતાનો સાતમો રેકોર્ડ નોંધાવ્યો હોવાનું જણાવાયું છે. ડાંગની યુવા શક્તિની સાહસિકતા અને સંકલ્પનું આ સિદ્ધિ ઉત્તમ ઉદાહરણ બની છે.ભોવાન રાઠોડનું આગામી લક્ષ્ય વિશ્વના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવાનું છે. તેઓ એવરેસ્ટની ટોચ પર દેશનો વિશાળ તિરંગો લહેરાવવાનો સંકલ્પ ધરાવે છે.

તેમના આ અભિયાનને વિવિધ આગેવાનો, સામાજિક કાર્યકરો અને સંસ્થાઓ તરફથી સહયોગ અને પ્રોત્સાહન મળ્યું હતું. સફળતા બદલ ભોવાન રાઠોડે તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
error: Content is protected !!