Explore

Search

May 28, 2026

Contact us -7820092500

IAS Coaching

વાપીમાં કરિયાણાની દુકાનનાં સંચાલકે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ગુમાવ્યા લાખો રૂપિયા

વાપી વિસ્તારમાં રહેતા અનાજ કરિયાણાની દુકાનના સંચાલકને સાયબર માફિયાઓએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના સંજોગોમાં ઊંચું વળતર ચૂકવવાની લાલચ આપી એક બોગસ વેબસાઈટ બનાવી રૂપિયા ૧૪.૨૮ લાખ પડાવી લીધા હતા. આ ઘટનામાં છેતરાયેલ વેપારીએ અજાણ્યા સાયબર માફિયાઓ સામે જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મળતે માહિતી મુજબ, વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતા આયુષ જૈન અનાજ કરિયાણા અને જનરલ સ્ટોરનું સંચાલન કરે છે.

આયુષ અને તેમના પિતાના અલગ અલગ બેંકોમાં અલગ અલગ ખાતા ચાલે છે. ગત તારીખ ૨૨ નારોજ આયુષના વોટ્સએપ નંબર પર એક મોબાઈલ નંબર ઉપરથી કોલ આવ્યો હતો. કોલ કરનાર મહિલાએ તે આલિયા શેખ હોવાનું અને તેણી ગોલ્ડ નેસ્ટ રિસર્ચ કંપનીમાંથી વાત કરી રહી હોવાનું જણાવ્યું હતુ. આ સાથે જ તેણે આયુષને તે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની ઓફર કરતા આયુષે હામાં જવાબ આપ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે રોહિત નામના ઈસમે તે ડીટીબીએક્સ નામના નવા પ્લેટફોર્મમાં રોકાણ કરવા અને રોકાણ ભવિષ્યમાં બીટકોઈન બની જશે, તેવો ઝાંસો આપી લાલચ આપી હતી.

જે બાદ રોહિતે આયુષને એક લિંક મોકલી, આઈ.ડી.એફ.સી ફર્સ્ટ બેંકનો ખાતા નંબર, આઈ.ડી.એફ.સી કોડ અને સ્કેનર આયુષને મોકલી આપ્યા હતા. લિંક ખોલતા તેમાં ૫ અલગ અલગ ઈ મેઈલ આઈ.ડી નજરે પડી હતી. આયુષે રૂ.૩૦,૦૦૦ ગુગલ પે મારફતે રોહિત નામના ઈસમે મોકલેલ સ્કેનર મારફતે મોકલી આપ્યા હતા. આયુષ સાયબર માફિયાઓની જાળમાં ફસાઈ જતા સાયબર માફિયાઓએ આયુષને એક વેબસાઈટની લિંક મોકલી હતી. જે લિંકમાં આયુષે કરેલ રોકાણમાં ઊંચું વળતર મળી રહ્યું હોવાનું તરકટ રચ્યું હતું. આયુષ જૈને તારીખ ૨૫ સુધીમાં રૂ.૧૪.૨૮ લાખનું રોકાણ કરી દીધું હતું.

બાદ આયુષને નાણાંની જરૂર પડતા તેમણે સાયબર માફિયાઓએ તેમને મોકલેલ વેબસાઇ ટની લિંક ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જે લિંક ખુલી ન હતી. જેથી આયુષે અલગ અલગ નંબર પરથી કોલ કરનારા અજાણ્યા વ્યક્તિઓના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોઈનો સંપર્ક ન થતાં આયુષ જૈનને તેઓ સાયબર માફિયાના ખેલનો ભોગ બન્યા હોવાની જાણ થઈ હતી. છેતરાયેલ આયુષ જૈને ૭અજાણ્યા સાયબર માફિયાઓ સામે જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ અને આઈ ટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!