Explore

Search

August 11, 2026

Contact us -7820092500

IAS Coaching

ઉચ્છલ પોલીસે વાહન ચેકિંગમાં બિયરનાં જથ્થા સાથે એક યુવક પકડ્યો

ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક મોપેડ સવાર યુવકને બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ફોરેસ્ટ ઓફીસની સામે નવાપુરથી ઉચ્છલ જતા જાહેર રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે એક એપ્રીલા કંપનીની સ્ટોર્મ મોપેડ નમ્બર જીજે/૨૬/એએચ/૧૬૪૮ ને રોકીને તેની તપાસ કરી હતી. મોપેડની ડેકી ખોલીને ચેક કરતા તેમાંથી વગર પાસ-પરમિટની ભારતીય બનાવટની બિયરની ૪ બોટલો મળી આવી હતી. પોલીસે આ મામલે મોપેડ ચાલક આર્યનભાઈ પ્રતાપભાઈ ચૌધરી (ઉંમર વર્ષ ૨૦, રહે. ઉકાઈ રોડ, નવાગામ જમાદાર ફળીયું, તા. સોનગઢ) વિરૂદ્ધ ગુનો નોંધી મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement
error: Content is protected !!