Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Trending news : શ્વાનને લાકડાથી માર મારતાં પોલીસમાં ફરિયાદ

અમરોલી વિસ્તારમાં શેરીમાં ફરતા શ્વાનને પિતા-પુત્ર સહિત ત્રણ જણાએ લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે સ્મીમેર હોસ્પિટલની નર્સે અમરોલી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

પોલીસના જણાવ્યા મુજબ મહાનગર પાલિકા સંચાલિક સ્મીમેર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મનીષાબેન જયાનંદ ગોહિલ (રહે.શિવમ રો હાઉસ, અમરોલ) પરિવારજનો સાથે ગુજરાન ચલાવે છે. તેમની પુત્રીનો બર્થ ડે હોવાથી તેઓ બહાર ગયા હતા. ત્યારે મનીષાબેન સહિત પરત આવતા જાણ થઈ હતી કે શેરીમાં રહેતી રાની નામની શ્વાનને દશરથભાઈ અને તેમના પુત્ર મિલન પટેલ (રહે. શિવમ રો હાઉસ, અમરોલી)એ લાકડાના ફટકા વડે માર મારતાં આંખ અને મોઢાના ભાગે ઈજા થઈ હતી. આ બનાવ બાદ રાનીને પશુ દવાખાને લઇ જઈને સારવાર કરાવી હતી. શ્વાન રાનીને માર માર્યા પછી દશરથ પટેલે આજુબાજુના રહીશોને કહ્યું કે જમવાનું નહીં આપવા દબાણ કર્યુ હતું. આમ, શ્વાન તરફે લાગણી રાખીને મનીષાબેન ગોહિલે હુમલો કરવા અંગે દશરથ પટેલ અને તેમના પુત્ર મિલન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. Note: News taken from press media sources

Advertisement
error: Content is protected !!