Explore

Search

May 7, 2026

Contact us -7820092500

IAS Coaching

ઓલપાડ સીટી સર્વે કચેરીમાં ભ્રષ્ટાચારનો સડો: ૩ હજારમાં ઇમાન વેચનાર શિરેસ્તેદાર ACBના સકંજામાં, છટકું ગોઠવી દબોચી લેવાયો

સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આવેલી સીટી સર્વેની કચેરીમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવાની કામગીરીના અવેજમાં લાંચ માંગનાર શિરેસ્તેદારને એસીબી એ છટકું ગોઠવીને ૩૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસના ફરિયાદીએ તેમના અસીલની મિલકતોના પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવા માટે જરૂરી દસ્તાવેજો સાથે સીટી સર્વે કચેરી, ઓલપાડ ખાતે ત્રણ અરજીઓ કરી હતી. આ અરજીઓની નોંધો પ્રમાણિત કરવાના કામ માટે કચેરીના શિરેસ્તેદાર (વર્ગ-૩) નિલેશભાઇ બાલુભાઇ પાંડવ એ પ્રત્યેક અરજી દીઠ ૧૦૦૦ લેખે કુલ ૩૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા તારીખ ૦૫/૦૫/૨૦૨૬ના રોજ ઓલપાડ સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની ચેમ્બરની બહાર ખુલ્લા પેસેજમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી નિલેશભાઇ પાંડવે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના ૩૦૦૦ રૂપિયા સ્વીકારતા જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. એસીબીએ લાંચની રકમ રિકવર કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!