રાજ્યના વન વિભાગ દ્વારા માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રીતે રાખવા માટે આંબરડી સફારી પાર્કમાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં વિશેષ સીમિત ક્ષેત્ર વિકસાવવામાં આવશે. આ ક્ષેત્રમાં સિંહોને તેમના કુદરતી હેબિટેટને અનુરૂપ વાતાવરણ પૂરું પાડવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ યોજનાઓ તથા પ્રોજેક્ટ્સનું અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવા તેમજ સિંહોના સંરક્ષણને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.


