Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest news Surat: સેન્ટર મશીન માં કામ કરતી વેળાએ અકસ્માતે મહિલાનું મોત

સુરત શહેરના પાંડેસરા ખાતે રહેતી પરિણીતાનું સેન્ટર મશીન માં કામ કરતી વેળાએ અકસ્માતે ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિણીતા સેન્ટર મશીન ઉપર કામ કરી રહી હતી તે દરમિયાન તેના ગળામાં જે કપડું હતું એ કપડું મશીનમાંઆવી જતા અકસ્માત થયો હતો.

સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં પાંડેસરા વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગરમાં રહેતા દીપક સિંહ ચૌહાણ ખાનગી મીલ કંપનીમાં નોકરી કરી પરિવારમાં પત્ની 24 વર્ષીય પૂજા દેવી અને સંતાન નું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની પણ તેમની સાથે મિલમાં સેન્ટર મશીન ઉપર કામ કરી તેમને મદદરૂપ થાય છે. દિપક સિંહ ની પત્ની પુજા દેવી 3 ઓગસ્ટના રોજ રાબેતા મુજબ સેન્ટર મશીન ઉપર કામ રહી હતી. દરમિયાન પૂજા દેવીએ ગળામાં રાખેલું કપડું સેન્ટર મશીનમાં આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેથી પૂજા દેવીને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં લાંબી સારવાર દરમિયાન પૂજા દેવીનું સોમવારે રાત્રે મોત નીપજ્યું હતું. આ અંગે વધુ તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે.

અંકલેશ્વરથી સુરત બહેનના ઘરે આવેલી યુવતીનો ફાંસો ખાઈ આપઘાત

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ ના વતની અને હાલમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા શાંતિનગરમાં બહેનના ઘરે રહેવા આવેલી 24 વર્ષીય રશ્મી રામ બહાદુર સિંગ રહેતી હતી. તેને અન્ય બે ભાઈને એક બહેન છે. રશ્મિ અંકલેશ્વર થી 1 મહિના પહેલા કિડનીમાં સોજો હોવાથી સુરત પાંડેસરા ખાતે બહેનના ઘરે સારવાર કરાવવા માટે આવી હતી. દરમિયાન રશ્મી એ સોમવારે બપોરે ઘરના પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રશ્મીએ કીડનીની બીમારીથી કંટાળી આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. આ અંગે વધુ તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે.

Advertisement
error: Content is protected !!