ભરૂચનાં ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર રોડ પર આવેલી માનસનગર સોસાયટી ખાતે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતાં ગિરિશ ઈશ્વર માછીનો મોબાઈલ પર ગત તારીખ ૩ જુલાઈના રોજ એક શખ્સે ફોન કર્યો હતો. તેણે પોતાની ઓળખ એચ.ડી.એફ.સી. બેન્કનાં કર્મચારી તરીકે આપી હતી.
તેમજ પોતાનું નામ દિલીપ રંજન જણાવ્યુ હતુ.
તેમજ બેન્ક એકાઉન્ટનું કેવાયસી કરવાનું કાહીં નહીં કરે તો બેન્ક એકાઉન્ટ બંધ થઈ જશે, તેમ જણાવ્યું હતું. બાદમાં વાતોમાં ભોળવી વોટસએપ પર વિડીયો કોલ કરીને ઓનલાઈન કેવાયસી અપડેટ પ્રક્રિયા કરાવી આપીશ તેમ જણાવ્યુ હતું. બાદમાં તબક્કાવાર રીતે ફોન કરી તેમને એક એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી હતી. બીજા દિવસે તેમના ખાતામાંથી રૂપિયા કપાયાનો મેસેજ તેમણે આવતા બેન્કનો સંપર્ક કરતા તેમની એફડીના રૂપિયા ૫.૪૨ લાખ ખાતામાં આવ્યા બાદ અલગ અલગ રીતે કુલ રૂપિયા૬.૯૧ લાખ રૂપિયા ઉપડી ગયા હતા.


