Explore

Search

June 11, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi: ડોલવણમાં પુલ નીચે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા: ત્રણ ફરાર

ડોલવણ ગામના ઢોડીયાવાડ ફળીયામાં આવેલ કોતરડાના પુલ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા બે ઇસમોને પોલીસે બાતમીના આધારે રેડ પાડીને ઝડપી લીધા છે. જ્યારે અન્ય ત્રણ શખ્સો પોલીસને જોઈને ઘટનાસ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

ડોલવણ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે પુલ નીચે કેટલાક ઇસમો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો.

પોલીસે સ્થળ પરથી અજયભાઈ ગાંગજીભાઈ કોટવાળીયા અને જતીનભાઈ બીપીનભાઈ કોટવાળીયાને ઝડપી લીધા હતા. તેમની અંગજડતી અને દાવ પરથી કુલ રૂપિયા ૮૫૦/- ની રોકડ રકમ તથા ગંજીપાના કબજે કરવામાં આવ્યા છે. પોલીસને જોઈને અક્ષય શૈલેષભાઈ કોટવાળીયા, આનંદ સુમનભાઈ કોટવાળીયા અને વિકેશ મોરારભાઈ કોટવાળીયા નામના ત્રણ શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસે પકડાયેલા અને ફરાર થયેલા તમામ પાંચેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!