Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

અમરનાથ યાત્રાની સમયમર્યાદા ઘટાડી દેવાઈ : તારીખ 3 જુલાઈથી શરૂ થઈ 38 દિવસ સુધી ચાલશે

આ વર્ષે અમરનાથ યાત્રાની સમયમર્યાદા ઘટાડી દેવાઈ છે. આ વખતે આ યાત્રા તારીખ 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગત વખત અમરનાથ યાત્રા 52 દિવસોની થઈ હતી. પહલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં પવિત્ર યાત્રાની સુરક્ષા માટે ખાસ સિક્યોરિટી પ્લાન તૈયાર કરાયો છે. એક વ્યવસ્થિત યોજના બનાવવામાં આવી છે, જેમાં સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સેના સામેલ છે. સીઆરપીએફ અને બીજા અર્ધસૈનિક દળોની કુલ 581 કંપનીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. આ સિવાય જમ્મુ કાશ્મીર પોલીસ પણ હાજર રહેશે.

તમામ સિક્યોરિટી રૂટની સુરક્ષા ઓડિટ અને ડિજિટલ મેપિંગ કરાઈ છે. સીઆરપીએફ ડીજીએ ખૂદ પહલગામ જઈને સિક્યોરિટી રિવ્યૂ કરી છે. દરેક તીર્થયાત્રી અને પોની રાઇડરનું ડિજિટલ ઓળખ પત્ર બનશે. યાત્રાના કાફલામાં જેમર રહેશે જેથી આઈઈડી બ્લાસ્ટ જેવી ઘટનાઓને રોકી શકાય. સુરક્ષાકર્મીઓની પાસે સેટેલાઇટ ફોન હશે. તીર્થયાત્રીઓ અને ગાડીઓમાં રેડિયો ફ્રીક્વન્સી ઓળખ (RFID) હશે. યાત્રામાં પોલીસ અને સીઆરપીએફની અલગ ડેડિક્ટેડ પીસીઆર વાન હશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 30 મે 2025ના રોજ તમામ સુરક્ષા એજન્સીઓને વધુ એલર્ટ રહીને આગામી અમરનાથ યાત્રાને સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ તે માટેના નિર્દેશ આપ્યા હતા.

Advertisement
error: Content is protected !!