Explore

Search

June 13, 2026

Contact us -7820092500

IAS Coaching

ભરૂચ શહેરમાં નજીવી બાબતે કપડાની દુકાનમાં કામકાજ દરમ્યાન થયેલ સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

ભરૂચ શહેરના કતોપોર બજારમાં આવેલ લેડીઝ કપડાની દુકાનમાં કામકાજ દરમ્યાન થયેલ સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક યુવાન કર્મચારી અને તેના પિતાને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. જોકે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મળતી માહિતી મુજબ, સૈયદવાડ વિસ્તારમાં રહેતો ફેજ ઈમ્તિયાઝ શેખ (ઉ.વ.૨૦) છેલ્લા એક વર્ષથી કતોપોર બજારમાં આવેલી નોબલ બ્યુટીક નામની દુકાનમાં નોકરી કરે છે.

ગત ૧૦ જૂનના રોજ સાંજે આશરે ૬ વાગ્યે દુકાનના માલિકના સસરા ઈમ્તિયાઝ મલેકે વોટસએપ પર આવેલ લેડીઝ ડ્રેસના ઓર્ડર માટે ડ્રેસ કાઢી આપવા કહ્યુ હતુ. ફેજે ડ્રેસની યોગ્ય સાઈ અંગે પહેલાં માલિકને ફોન કરીને પુષ્ટિ કરવાની વાત કરતા ઈમ્તિયાઝ મલેક ઉશ્કેરાઈ ગયા હતા. ફરિયાદ અનુસાર તેમણે ગાળો બોલી ફેજના પેટના ભાગે લાત મારી હતી અને બાદમાં ઢીકા-પાટુનો માર માર્યો હતો. દુકાનમાં હાજર અન્ય અને કર્મચારીઓ ઝુબેર મિનહાજ વચ્ચે પડતા વધુ મારામારી અટકી હતી. ઘટના બાદ ફેજે પોતાના પિતાને ફોન કરીને બોલાવ્યા હતા પિતા ઘટના સ્થળે પહોંચીને પુત્રને માર મારવાના કારણ અંગે પુછતા ઈમ્તિયાઝ મલેક વધુ ઉશ્કેરાયા હતા.

આરોપ મુજબ તેમણે દુકાનમાં રહેલી સેલ્ફી સ્ટિકથી ફેજના પિતાના ડાબા ખભા પર બે ફટકા માર્યા હતા. આ સાથે બાપ-દીકરાને દુકાનમાંથી નીકળી જવા કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. બાદમાં ફેજના મામા સોહીલ ઘટના સ્થળે આવી ઈજાગ્રસ્ત ફેજને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. આ બનાવમાં ફેજને શરીરે મુઢમાર વાગ્યો છે જયારે તેના પિતાને સામાન્ય ઈજા પહોંચી છે. સમગ્ર મામલે ભરૂચ શહેર બી.ડીવીઝન પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!