ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થયો છે. વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં કેસ સામે આવતાં દર્દીઓ માટે સારવારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે શુકવારે સુરતમાં કોરોનાના કેસ નોંધાયા છે.
શહેરમાં બે લોકોને કોરોના પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. બંને કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનું આરોગ્ય વિભાદ દ્વારા ટ્રેસિંગ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં ત્રણેક વર્ષ બાદ ફરીવાર કોરોનાના કેસો સામે આવ્યા છે. શહેરમાં સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓને માઈલ્ડ અસર હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા બે રેસિડેન્ટ ડોક્ટરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને શરદી અને ઉધરસ સહિત ફેફસામાં તકલીફ થઈ હતી. ત્યાર બાદ બંનેનો રિપોર્ટ કરતા તે પોઝિટિવ આવ્યો હતો.

