Explore

Search

August 14, 2026

Contact us -7820092500

IAS Coaching

ACBની સફળ ટ્રેપ : પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય માટે રૂ.૫,૦૦૦ની લાંચ માંગનાર પટ્ટાવાળો ઝડપાયો

અમદાવાદ: દેત્રોજ તાલુકાના ચુવાળ-ડાંગરવા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાની મકાન સહાય અપાવવાના નામે રૂ.૫,૦૦૦ની લાંચ માંગનાર ગ્રામ પંચાયતના પટ્ટાવાળા મનુજી સાકાજી ઠાકોરને અમદાવાદ ગ્રામ્ય ACBએ ૧૪ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ રૂ.૨,૫૦૦ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ફરિયાદી પોતાની ધર્મપત્નીના નામે મંજૂર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન માટેની સહાય મેળવવા તલાટી મંત્રીને મળ્યા હતા. આ દરમિયાન તેમને પટ્ટાવાળા મનુજી ઠાકોરનો સંપર્ક કરવા જણાવાયું હતું. આરોપીએ કથિત રીતે રૂ.૫,૦૦૦નો ‘વ્યવહાર’ માંગ્યો હતો અને તેમાંથી રૂ.૨,૫૦૦ અગાઉથી તથા બાકીની રકમ સહાય મંજૂર થયા બાદ આપવાનું જણાવ્યું હતું.

લાંચ આપવા ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ અમદાવાદ ગ્રામ્ય ACBનો સંપર્ક કરતાં છટકું ગોઠવાયું હતું. ડાંગરવા ગ્રામ પંચાયત કચેરી સામે રૂ.૨,૫૦૦ની લાંચ સ્વીકારતા મનુજી ઠાકોરને ACBએ ઝડપી પાડ્યા હતા અને લાંચની સમગ્ર રકમ રિકવર કરી હતી.

ટ્રેપ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સુ.શ્રી ડી.બી. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એચ.એમ. પુવાર, મદદનીશ નિયામક, ACB અમદાવાદ એકમ તથા ઇન્ચાર્જ અધિકારી હરેશ ડી. મેવાડા, નાયબ નિયામક, ACB અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.

સરકારી આવાસ સહાય જેવી કલ્યાણકારી યોજનામાં પણ લાંચનો ‘વ્યવહાર’ માંગવામાં આવતો હોવાની ફરિયાદે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Advertisement
error: Content is protected !!