Explore

Search

May 16, 2026

Contact us -7820092500

IAS Coaching

પુણાની શિક્ષિકાના કિસ્સા બાદ લીંબાયતનો કિસ્સો સામે આવ્યો : 19 વર્ષની યુવતી 17 વર્ષના કિશોરને ભગાડીને લઈ ગઈ,અને પછી….

સુરતના લીંબાયતમાં વધુ એક વિચિત્ર કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે.૧૯ વર્ષની યુવતી ૧૭ વર્ષના કિશોરને ભગાડીને લઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે. પુણાની શિક્ષિકાના કિસ્સા બાદ લીંબાયતનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં યુવતી કિશોરને ભગાડીને ઉજ્જેન લઇ ગઈ હોવાનું સામે આવ્યું છે.

સુરતના લીંબાયતમાં ૧૯ વર્ષની યુવતી ૧૭ વર્ષના કિશોરને ભગાડી લઈ જતાં મામલો ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેલા ૨૩ વર્ષીય શિક્ષિકા પોતાના જ ટ્યુશન ક્લાસિસમાં આવતા ૧૩ વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી. પુણાની શિક્ષિકાના કિસ્સા બાદ લીંબાયતનો કિસ્સો સામે આવ્યો છે. માહિતી સામે આવી છે કે, યુવતી કિશોરને ભગાડી ઉજ્જેન લઇ ગઈ હતી ત્યાંથી બંને જલગાંવ રોકાયા હતા.યુવતી સાથે ભાગી ગયેલો કિશોર પોતાના ઘરેથી ૨૫ હજાર પણ લઇ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, બંને લીંબાયતમાં એક જ સોસાયટીમાં રહેતા હોવાથી આંખ મળી હતી. તેઓ ઘરેથી ભાગી ૫૦ દિવસ સુધી બહાર રહ્યા હતા. કિશોરના માતા પિતાએ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યાં પોલીસે યુવતી વિરુદ્ધ પોક્સો એક્ટ ગુનો નોંધી યુવતીની ધરપકડ કરી હતી.

Advertisement
error: Content is protected !!