Explore

Search

September 27, 2026

Contact us -7820092500

IAS Coaching

સુરત જિલ્લાનાં હથુરણની સીમમાંથી પસાર થતી કેનાલમાં ઝંપલાવી ઈસમે આત્મહત્યા કરી

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં તરસાડી ખાતે રહેતા અને મુળ લીંબાડાનાં ૫૧ વર્ષીય ઈસમે હથુરણની સીમમાંથી પસાર થતી કેનાલનાં પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મળતી માહિતી મુજબ, માંગરોળનાં તરસાડી ખાતે હથુરણ રોડ નજીક શીવમ સોસાયટીમાં રહેતા અને મુળ લીંબાડા ગામનાં નિશાળ ફળિયાનાં ૫૧ વર્ષીય દેવેન્દ્રસિંહ ભુપતસિંહ ખેર બિરલા કંપનીમાં નોકરીએ જવાનું કહીને પોતાની બાઈક લઈને નિકળ્યા હતા.

તેઓ નોકરી પરથી ધકે પરત નહીં ફરતા પરીવારજનોએ જેમની શોધખોળ શરૂ કરી હતી ત્યારે હથુરણ રોડ નજીકથી પસાર થતી કેનાલની બાજુમાંથી દેવેન્દ્રસિંહની બાઈક, બેગ, કપડા અને ટીફીન બોક્સ, કપડાની થેલી મળી આવતા પરીવારજનોનાં જીવ અધ્ધર થઈ ગયા હતા. જે અંગે પરીવારજનોએ કોસંબા પોલીસ મથકે જાણ કરી હતી. ત્યારબાદ ફાયરબ્રીગેડની બે ટીમ બનાવનાં સ્થળે પહોંચી કેનાલનાં ઊંડા પાણીમાં દેવેન્દ્રસિંહની શોધખોળ કરી હતી.

જોકે આજે બનાવનાં બીજા દિવસે દેવેન્દ્રસિંહની લાશ હાંસોટ તાલુકાનાં પરવત ગામની સીમમાંથી પસાર થતી કેનાલનાં પાણીમાંથી મળી આવી હતી. બનાવ અંગે હાંસોટ પોલીસે મૃતકનાં પરીવારજનોને જાણ કરતા જેમનાં પગ તળેથી જમીન ખસી ગઇ હતી. કોસંબા પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા સહિતની કાર્યવાહી સાથે તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!