Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Songadh : નશો કરી આવેલ શખ્સને કામ પરથી કાઢી મુકતા,ફોન કરી ધમકી આપી

સોનગઢના પોખરણ ગામની સીમમાંની સ્ટોન કવોરી પર નશો કરી કામ કરવા આવેલ શખ્સને પરત મોકલી આપતા શખ્સે ગમેતેમ ગાળો બોલી અપહરણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, વ્યારાના ચીખલી રોડ પરના પંચવટી નગરમાં રહેતા ભરતભાઈ ગીરીભાઈ બથવાર નાઓ પોખરણ ગામની સીમમાં વ્યારાથી સોનગઢ તરફના નેશનલ હાઈવે નંબર ૫૩ની બાજુમાં ભાગીદારીથી સાગર સ્ટોન કવોરી ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે ગત તારીખ ૧૪-૦૨-૨૦૨૫ નારોજ સ્ટોન કવોરી પર કામ કરવા આવેલ ક્રિષ્નાકુમાર યાદવ (રહે.કલીછાપર ગામ, પો.રાજાપુર પી.એસ.કાટેયા બજાર, જિ.ગોપાલગંજ)નો દારુ પી આવેલ હતો અને ગાળો બોલતો હતો તેમજ કોઈનું માનતો પણ ના હતો જેથી તેને કામ પર નહિ રાખી પરત મોકલી આપ્યો હતો. જેથી ક્રિષ્નાકુમારે ભરતભાઈને ફોન કરી નાલાયક ગાળો બોલી અને પરિવારનું અપહરણ કરી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે તારીખ ૧૭-૦૨-૨૦૨૫ નારોજ ભરતભાઈ બથવારે સોનગઢ પોલીસ મથકે ક્રિષ્નાકુમાર યાદવ સામે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
error: Content is protected !!