Explore

Search

May 16, 2026

Contact us -7820092500

IAS Coaching

ગાંજાનો વેપલો કરતા ચારને દબોચી લેવાયા

સુરત શહેરના ઉધના અને ડિંડોલીમાં ઉપરાઉપરી રેડ કરી ગાંજાનો વેપલો કરતા ચારને દબોચી લઈ ૮૨ હજાર રૂપિયાની કિંમતનો ૮ કિલોથી વધુ ગાંજો કબજે કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના ઉધના શ્રીરામકુટિરમાં ભાડે રહેતા ત્રણ યુવકો ગાંજો વેચી રહ્યાની બાતમી સાથે ઉધના પોલીસે શનિવારે બપોરે રેડ કરી હતી.

આ મકાનમાંથી ૭૯,૭૧૦ રૂપિયાની કિંમતનો ૦૭ કિલો ૯૫૫ ગ્રામ ગાંજો કબજે કરાયો હતો.ગાંજાનો જથ્થો રાખનાર સદાનંદ ઉર્ફે નિકુ વ્રજરાજ રાઉત, હર્ષ શત્રુઘ્ન પાટિલ અને બાબુ બિધન શેટ્ટીની ધરપકડ કરાઈ હતી.આ જથ્થો તેઓ છૂટક રીતે વેચવા માટે પાંડેસરા ગુલશન નગરમાંથી જાડિયા ઉપનામથી જાણીતા શખ્સ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. બીજા બનાવમાં ડિંડોલી પોલીસે ભેસ્તાન આવાસમાં રેડ કરી હતી. ઈસ્માઇલ ઉર્ફે લંબુ અબ્દુલકરીમ શેખ તેના ઘરમાં જ ગાંજાનું છૂટકમાં વેચાણ કરી રહ્યો હોવાની બાતમીને પગલે દબોચી લેવાયો હતો. ઘરમાંથી જ ૨૬૫ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!