Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

સોનગઢ નગરપાલિકાનું મતદાન પૂર્ણ : હવે ૧૮મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે

તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજરોજ એટલે કે,૧૬મી ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું.નગરપાલિકાની કુલ ૨૮ બેઠકો પૈકી ભાજપના ૫ ઉમેદવારો પહેલા જ બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીની ૨૩ બેઠકો માટે કુલ ૫૨ ઉમેદવારો મેદાનમાં છે.ચૂંટણી જંગમાં ભાજપના ૨૩,કોંગ્રેસના ૧૮,આમ આદમી પાર્ટીના ૭, એનસીપીના ૧ અને ૩ અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. 

વોર્ડ નંબર – ૧માં મોડી સાંજે બબાલ : મતદાન પ્રક્રિયાની વાત કરીએ તો પાલિકાના વોર્ડ નંબર – ૧માં મોડી સાંજે બબાલ થઈ હતી,સ્થાનિકો ના જણાવ્યા અનુસાર સાંજે મતદાર પ્રક્રિય પૂર્ણ થઈ ગઈ હોવાછતાં મતદારોને એન્ટ્રી આપી હતી જોકે સામે પક્ષે વાંધો ઉઠાવતા લોકોની ભીડ જામી ગઈ હતી,જોકે આ સમગ્ર મામલો આગેવાનોએ થાળે પાડ્યો હતો.

ક્રોસ વોટિંગ : તેજ રીતે વોર્ડ નંબર -૪ માં ક્રોસ વોટિંગના આક્ષેપ સાથે ભાજપ પેનલના જ બે ઉમેદવાર અને ટેકેદારો વચ્ચે તડાફડી થઈ હોવાનું સામે આવ્યું છે,જેના કારણે ૧ કલાક મતદાન પ્રક્રિયા બંધ રહી હતી,જોકે ખાનદાની વડીલોએ વચ્ચે પડી રસ્તો કાઢતા મતદાન શરૂ કરાયુ હતું.

સાંજે ૫ વાગે સુધી ૫૮.૬૪% મતદાન નોંધાયું : તેમજ અન્ય મથકો પર રકઝક નજરે પડી હતી.સાંજે ૫ વાગે સુધી ૫૮.૬૪% મતદાન નોંધાયું હતું.૨ મશીનો પણ ખોટકાયા હતા.જે એક ચિંતાનો વિષય છે.આ સાથે જ તમામ ઉમેદવારોના ભાવી ઇવીએમ મશીનમાં સીલ થયા છે.હવે ૧૮મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.

Advertisement
error: Content is protected !!