Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

Surat : બારડોલી ૧૮૧ મહિલા ટીમે કંપનીમાં કામના સ્થળે હેરાન કરતા પીડિત મહિલાની મદદે પહોંચી

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક વિસ્તારમાંથી પીડિતા દ્વારા 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરીને જણાવેલ કે, પીડિતાની ઉંમર 35 વર્ષ છે અને તેમના  છોકરા સાથે રૂમ ભાડે રાખીને રહે છે. અને પલસાણામાં એક કંપનીમાં પીડિતા એક સિક્યોરિટીનું કામ સાત મહિનાથી કરે છે.

એક દિવસ અગાઉ પીડિતાને સ્ટોર મેનેજર દ્વારા  વ્યસન કરીને તેમની ઓફિસમાં કામ છે. એવું કહી બોલાવવામાં આવ્યા બાદ અભદ્ર વર્તન કરવાની કોશિશ કરી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો અને ગંદા ઈશારા કરવામાં આવ્યા હોવાથી પિડીત બહેને ત્યાંથી ભાગીને તેમના સુપરવાઈઝરને જાણ કરતા 181 મહિલા હેલ્પ લાઇનની મદદ લીધી હતી. જેથી 181 ટીમ દ્વારા સ્થળ પર જઈને પિડીત બહેન અને સ્ટોર મેનેજરનું કાઉન્સિલીગ કરીને સમજાવતા સ્ટોર મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી હતી અને  કંપનીના મેનેજરે કંપનીમાંથી સ્ટોર મેનેજરને કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ પિડીત બહેનને આશ્વાસન  આપી કાયદાકીય સમજ આપવામાં આવી હતી અને પિડીત બહેન તેમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવા માંગતા હોવાથી પિડીત બહેનને પલસાણા પોલીસ સ્ટેશનમાં અરજી અપાવી આગળની કાર્યવાહી કરવા માટે સોંપેલ હતી.

Advertisement
error: Content is protected !!