Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

તાપી જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન સ્થળે દરોડા : અંદાજિત ૫ કરોડનો મુદ્દામાલ જપ્ત

તાપી જિલ્લાના છેવાડા વિસ્તાર નિઝરના વ્યાવલમાં તાપી નદીમાં બેરોકટોક ધમધમતા ગેરકાયદે રેતીખનન સ્થળે ભુસ્તર વિભાગની ફ્લાઇંગ સ્કવોર્ડે દરોડો પાડી ૧૬ નાવડી, ૪ હિટાચી મશીન અને ૮ હાઈવા ટ્રક સહિત પાંચ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.મળતી માહિતી મુજબ નિઝરના વ્યાવલમાં શુક્રવારના સવારે તાપી નદીમાં ચાલતા ગેરકાયદે રેતીખનનના સ્થળે ભુસ્તર વિભાગની ફ્લાઈગ સ્કવોર્ડે દરોડો પાડયો હતો.

અહીંની તાપી નદીમાંથી ગેરકાયદે ઉલેચાતી રેતીને વાહનોમાં ભરવા માટે ઉપયોગમાં લેવાતા ૪ જેટલા હીટાચી મશીન તેમજ રેતી ભરવા આવેલા ૮ જેટલા હાઇવાને સ્થળ પરથી ઝડપી લીધા હતા. કબજે લેવાયેલા માલ સામાનની અંદાજિત કિંમત રૂા.પ કરોડથી વધુ થવા જાય છે.

વ્યાવલમાં તાપી નદીમાં જ્યાં કોઈ રેતી લીઝ ફાળવવામાં આવી ન હતી તે સ્થળે ગેરકાયદે રેતીખનન ચાલતું હતું આ અંગે ચોક્કસ બાતમી મળતા ફ્લાઇંગ સ્કોવર્ડે રેડ કરી હોવાનું જાણવા મળે છે. આ સ્થળે છેલ્લા ૩-૪ વર્ષથી ગેરકાયદે રેતીખનન ચાલતું હોવાની ફરિયાદો ઉઠતી રહી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે,નિઝર તાલુકામાં j નહીં પરંતુ કુકરમુંડા સહિતના વિસ્તારોમાં પણ મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃત્તિ ધમધમી રહી છે,જેના ઉપર આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.જેને લઇ સ્થાનિક ભૂસ્તર વિભાગની કામગીરી શંકા ના દાયરામાં આવી છે.

Advertisement
error: Content is protected !!