Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

વાલોડમાંથી સગીર ગુમ

વાલોડના આર.બી. પ્લાઝા ખાતે રહેતા ગોપાલલાલ તેજુરામજી કુમાવતનો ૧૫ વર્ષીય ૮ માસ અને ૨૫ દિવસનો સગીર વયનો પુત્ર વિકાસ ગોપાલલાલ કુમાવતને કોઈ અજાણ્યા વ્યક્તિ કોઈક વસ્તુની લોભ લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું.

જયારે ગુમ થયો ત્યારે વિકાસ કુમાવતે શરીરે પતળા બાંધાનો રંગે ઘઉં વર્ણનો છે તેમજ ઊંચાઈ આશરે ૫ ફૂટ ૧૦ ઈંચ જેટલી છે ટીને તેને શરીરે બ્રાઉન કલરનું ટી-શર્ટ તથા કાળા કલરની ટ્રેક પેન્ટ પહેરેલ છે અને ક્રીમ કલરની ચાદર સાથે લઈ ગયો છે. બનાવ અંગે ગોપાલલાલ કુમાવતએ વાલોડ પોલીસ મથકે સગીરની અપહરણ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!