Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

કુકરમુંડાનાં બેજગામનાં યુવાનની નદી કિનારેથી લાશ મળી આવી

તાપી જિલ્લાનાં છેવાડાના તાલુકા કુકરમુંડાનાં બેજગામના યુવાન ખેતરે જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હતો. જોકે શનિવારના રોજ તાપી નદી કિનારેથી આ યુવાનની લાશ મળી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કુકરમુંડા તાલુકાના બેજગામના મહારાજ ફળિયાના રહીશ ગણેશભાઇ બિરજુભાઈ વળવી (ઉ.વ.૨૧) ગત તારીખ ૯-૧-૨૫ના રોજ પોતાના ઘરે માતા ગંગાબેનને ખેતરે જાઉં છું કહીને હોન્ડા સાઈન બાઈક નંબર જીજે/૨૬/એએફ/૬૧૭૪ લઈને પોતાના ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ પરત ઘરે ન આવતા જેની શોધખોળ કરતા યુવાનની બાઈક કોન્ડ્રેજ ગામની સીમમાં ખેતર પાસે આવેલા તાપી નદીના તટ ઉપરથી મળી આવી હતી. પરંતુ યુવાનનો કોઈ પત્તો મળ્યો નથી. ઘટના અંગે વસંતભાઈ સંપતભાઈ વળવીએ કુકરમુંડા પોલીસ મથકે જાણ કરી હતી. ગત તારીખ ૧૮/૧/૨૫ નારોજ તાપી નદી કિનારેથી એક ડી-કમ્પોઝ હાલતમાં લાશ મળતા જેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા જેની ઓળખ થઈ હતી. મૃતદેહ બેજગામના ગણેશભાઈ વળવીનો હોવાનું બહાર આવતા પોલીસે અ.મોત નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!