Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

Tapi : યુવતીનો મોબાઈલ નંબર માંગતા થયેલ બબાલમાં એક યુવકનું મોત

નિઝર તાલુકામાં ગામદીઠ દિવસ નક્કી કરી દેવદિવાળી નામના પર્વની ઉજવણી કરવાની પરંપરા ચાલતી આવી હોય,  નિઝર ગામમાં તારીખ ૧૭/૦૧/૨૦૨૫ નારોજ પર્વની ઉજવણી ચાલી રહી હતી તે દરમિયાન વેલદા ગામના બે યુવાનોએ નિઝરની યુવતીઓ પાસે મોબાઇલ નંબરની માંગણી કરતા જે અંગેની જાણ યુવતીઓના પિતાઓને થતા જ માર મારતા એક યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસ મથકે ત્રણ ઇસમો સામે હત્યાનો ગુનો નોંધાતા જેઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બનાવની વિગત એવી છે કે, નિઝર તાલુકામાં વર્ષોથી ગામદીઠ ગ્રામજનો દ્વારા એક દિવસ નક્કી દેવદિવાળી નામનો પર્વ ઉજવવામાં આવે છે, જેમાં સોગારીયા પાર્ટી સહિતના કાર્યક્રમો થાય છે. નિઝર ગામના અમરાવા ફળીયામાં તારીખ ૧૭/૦૧/૨૦૨૫ નારોજ પર્વની ઉજવણી થઈ રહી હતી. જેથી ત્યાં ફરવા માટે વેલદાના યુવાન વિશાલભાઈ બીસનભાઈ પાડવી (ઉ.વ.૧૮) અને તેમના મામાનો દિકરો અનિલભાઈ ઉદેસિંગભાઈ પાડવી તેમજ અન્ય યુવાનો પણ ગયા હતા. નિઝર ગામની ત્રણ છોકરીઓને ઉભેલી જોઈ હતી. જેમાંથી એક છોકરી વિશાલને ગમી જતા મોબાઈલ નંબર લેવાની તેઓએ કોશિષ કરી હતી. એક વડાપાઉંની લારી પાસે ઉભેલી યુવતીઓ પાસે મોબાઇલ નંબરની યુવાનોએ માંગણી કરતા જેની જાણ યુવતીઓએ તેઓના પિતાઓને જાણ કરતા જ બબાલ થઇ હતી.

જોકે ઉશ્કેરાઈ ગયેલ એક યુવતીના પિતા-ભાઈ તથા બીજી એક યુવતીના પિતાએ દોડી આવીને યુવાનોને માર માર્યો હતો. નિઝરના સુનીલભાઈ તથા અનીલભાઈ, વિલાશભાઇએ વેલદાના યુવાન અનિલભાઈ ઉદેસીંગભાઈ પાડવી (ઉં.વ.૨૩)ને શરીરે તથા છાતીના ભાગે ઢીક્કમુક્કીનો માર મારી જમીન ઉપર પછાડી માર મારતા યુવાનનું મોત થયું હતું. જ્યારે વિશાલ પાડવી મામાના દિકરા અનિલ ઉદેસીંગને છોડાવવા વચ્ચે પડતા જેને પણ ધક્કો મારી દીધો હતો. નિઝર પોલીસ મથકે યુવાનની હત્યા કરનાર સુનીલભાઈ, અનીલભાઈ, વિલાશભાઈ સામે તારીખ ૧૮/૦૧/૨૦૨૫ નારોજ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!