તાપી જિલ્લામાં ૭૬માં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લાની હદમાં તીતવા, બ્લોક નં.૨૬૩ ૨૬૪/b, તાલુકો- વાલોડ, નેશનલ હાઇવે નં.૫૩ સુરત-ધુલિયા રોડ ખાતે રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આ નેશનલ હાઈવે નં.૫૩ સુરત-ધુલિયા રોડ ખાતે માણેકપોર ચેકપોસ્ટથી બાજીપુરા મીંઢોળા નદી સુધી તા.૨૬/૦૧/૨૦૨૫ના સવારે ૬.૦૦ વાગ્યાથી લઈને બપોરે ૧:00 વાગ્યા સુધી ડાયવર્ઝન આપી વનવે કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે પોલીસ અધિક્ષકશ્રી તાપી દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ છે.
આ દરખાસ્તને આધારે પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ૩૩(૧)બીના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.આર. બોરડના દ્વારા વાહન વ્યવહારને એકતરફી ડાઈવર્ઝન આપી તારીખ ૨૬ જાન્યુઆરીના સવારે ૬.૦૦થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી તમામ વાહનોને ડાયવર્ટ કરવા માટે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

