Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

Songadh: આશ્રમ શાળાની દીકરીઓ માટે ગાદલા અને ઓશીકાં નું વિતરણ કરાયું

તાપી જિલ્લામાં આવેલ સોનગઢ તાલુકાના વાઝરડા ખાતે વાઝરડા આશ્રમશાળાની દીકરીઓ માટે ૮૫ ગાદલા અને ૮૫ ઓશીકાં નું વિતરણ કરવામાં આવ્યું હતું.સોનગઢ તાલુકાના વાઝરડા ગામની આશ્રમ શાળામાં તા.૦૫મી જાન્યુઆરી રોજ ૮૫ ગાદલા અને ૮૫ ઓશીકાં નું વિતરણ કરવામાં આવ્યું.

થાણે ડીસ્ટ્રિક્ટ વિમેન ફોર ચેંજ પ્રમુખ બિજલ જગડ, મહિન્દ્રભાઈ ગાડા અને એમના સાથી મિત્રોના સહયોગથી ૮૫ ગાદલાં અને ૮૫ ઓશિકા વિતરણ કરવામાં આવ્યા હતા.અહીંના રહીશ રાહુલ ચૌધરી અને કલ્પેશ ચૌધરી દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું જે બદલ વાઝરડા આશ્રમશાળાનાં શિક્ષક, વિદ્યાર્થીનીઓ અને ટ્રસ્ટીઓ એ આભાર વક્યત કર્યો હતો.

Advertisement
error: Content is protected !!