Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

દસ વર્ષના બાળકે આત્મહત્યા કરી

અહીંના જિલ્લાના એક ગામમાં નજીવી વાતમાં દસ વર્ષના બાળકે આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો જાણમાં આવ્યો છે. ફક્ત નાના ભાઈએ પતંગની દોરી આપવાની મનાઈ કરતા માંડ દસ વર્ષના મોટા ભાઈએ અંતિમ પગલું ભર્યું હતું. સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે આ બાળકે એ જ જગ્યાએ અંતિમ પગલું ભર્યું છે, જ્યાં 5 વર્ષ પહેલાં તેની માતાએ આત્મહત્યા કરી હતી.આ કેસમાં પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત જિલ્લાના કંટારા ગામમાં 10 વર્ષના બાળકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી છે. નાના ભાઈએ પતંગની દોરી આપવાની ના પાડતા બાળકે આ પગલું ભરી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલે જહાંગીરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વરિયાવના કંટારા ગામમાં રહેતા ભલાભાઈ રાઠોડ અને તેનો પરિવાર ખેતરમાં મજૂરીનું કામ કરે છે. તેમના પરિવારમાં પહેલા પત્નીના 2 પુત્ર છે અને બીજા પત્નીની એક પુત્રી છે. ગુરુવારે જ્યારે તેની પુત્રી બહારથી ઘરે પહોંચી ત્યારે તેણે તેના મોટા ભાઈનો મૃતદેહ ફાંસીથી લટકતો જોઈને તે બૂમો પાડવા લાગી હતી, ત્યાર બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.આ કેસમાં પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, પરંતુ ગળેફાંસો ખાધો હોવાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. એના સિવાય બીજું કોઈ કારણ જાણવા મળ્યું નથી. પોલીસને શક હતો કે તેની કોઈએ મારપીટ કરી હશે, પરંતુ એમ થયું નથી એમ પોલીસે જણાવ્યું હતું.

5 વર્ષ પહેલાં કેતનની માતાએ જે જગ્યાએ ફાંસો ખાઈ આપધાત કર્યો હતો, ત્યાં જ કેતને પણ ફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે,કેતને પતંગ લાવ્યા બાદ ભાઈ પાસેથી પતંગ ચગાવવા માટે દોરી માંગી હતી. જો કે ભાઈએ દોરી નહીં આપતા કેતને આ પગલું ભર્યું હોય તેવી શક્યતા છે. પરંતુ હાલ પોલીસ કોઈ સ્પષ્ટ કારણ આપી રહી નથી અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!