Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

રક્તચંદનની તસ્કરીનો પર્દાફાશ : આંધ્રપ્રદેશથી ચોરાયેલા આશરે 4 કરોડની કિંમતના રક્તચંદનનો જથ્થો પાટણથી પકડાયો

હાલમાં ચંદનની ચોરી પર બનેલી પુષ્પા-2 ફિલ્મ ધૂમ મચાવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ ચંદન ચોરીના બનાવો પ્રકાશમાં આવ્યાં છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ચંદનના બે ઝાડ ચોરાઈ ગયા હોવાની ઘટના બન્યા બાદ હવે ઉત્તર ગુજરાતના પાટણમાં રક્તચંદનની તસ્કરીનો પર્દાફાશ થયો હતો. આંધ્રપ્રદેશથી ચોરાયેલા આશરે 4 કરોડની કિંમતના રક્તચંદનનો જથ્થો પાટણથી પકડાયો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગેરકાયદેસર રીતે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો. આંધ્રપ્રદેશની પોલીસ બાતમીના આધારે પાટણ પહોંચી હતી. પાટણ પોલીસને સાથે રાખીને હાજીપુરના એક ગોડાઉનમાંથી આશરે ચાર કરોડની કિંમતના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા. કરોડોના રક્તચંદનની ચોરીના બનાવમાં આંધ્રપ્રદેશ પોલીસ તપાસ કરી રહી હતી. પકડાયેલા આરોપીઓએ પાટણ સુધી ચોરીના ચંદનનું વેચાણ કર્યુ હોવાનું કબૂલ્યું હતું. જેથી આંધ્રપ્રદેશની પોલીસની ટુકડી સવારે પાટણ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી હાજીપુરના ગોડાઉનમાંથી ચંદનના લાકડાં કબ્જે કર્યા હતા.

Advertisement
error: Content is protected !!