ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક (HTAT) સંઘ દ્વારા ધારાસભ્ય જયરામભાઈ ગામીત અને સાંસદ સભ્યને કરવામાં આવેલ રજૂઆત અનુસાર વર્ષ-૨૦૧૨ થી HTAT મુખ્ય શિક્ષકોની કેડર અસ્તિત્વમાં આવી અને HTAT મુખ્યશિક્ષક ભાઈઓ અને બહેનો છેલ્લા ૧૨ વર્ષ થી પોતાના વતન અને સ્વજનો થી દુર રહી ને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. 
૧ર વર્ષ જેટલા લાંબા સમય બાદ બદલી નાં નિયમો સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યા અને આંતરિક બદલી પણ કરવામાં આવી જે બદલ રાજ્ય નાં તમામ HTAT ભાઈઓ અને બહેનો સરકારશ્રી નો આભાર માને છે, પરંતુ ખાસ અગત્યનું જિલ્લા ફેર બદલી નું કામ છે જેનું શીડ્યુલ સરકારશ્રી દ્વારા તૈયાર કરાઈ ગયું હોવા છતાં કોઈ ને કોઈ કારણસર જાહેર કરવામાં આવતું નથી, માટે HTAT મુખ્યશિક્ષકો ની ધીરજ નો અંત આવી ગયો છે.
કારણ જેમ સમય પસાર થાય છે એમ HTAT મુખ્ય શિક્ષકો ની જિલ્લા ફેર બદલી અટકાવવા માટે શિક્ષકો ને પહેલા બઢતી આપો, રેશિયો સુધારો વગેરે રજૂઆતો કરવામાં આવે છે અને સાથે સાથે કોર્ટ કેસ પણ કરવામાં આવી રહ્યા છે જેથી ૧ર વર્ષ થી જે HTAT મુખ્યશિક્ષકો પોતાના વતન થી દુર છે એમના પોતાના વતન માં જવાની રાહ માં અડચણો ઊભી થાય છે જે ખરેખર કુદરતીન્યાયના સિદ્ધાંત ની વિરુદ્ધ છે, તમામ કેડરમાં પહેલા જિલ્લા ફેર બદલી કરવામાં આવે છે અને ત્યારબાદ જ નવી ભરતી કે બઢતી આપવામાં આવે છે જેનું ઉદાહરણ હાલ માં જ થયેલ શિક્ષકો ની જિલ્લા ફેર બદલી છે જેમાં તમામ માન્યા સંગઠનોએ લેખિત માં રજૂઆત કરી હતી કે પહેલા શિક્ષકો ની જિલ્લા ફેરબદલી કરવી અને ત્યાર બાદ જ નવી ભરતી કરવી તો પછી HTAT મુખ્ય શિક્ષકો ની જિલ્લા ફેર બદલી માં આવી કોઈ વાતો ની વિચારણા ને અવકાશ હોવો નાં જોઈએ.
હવે HTAT મુખ્યશિક્ષકો ની ધીરજ નો અંત આવ્યો છે ખોટી માંગણી કે હક વગર ની માંગણી નથી કરતા પરંતુ અન્યાય પણ સહન નહિ જ કરીએ એમ HTAT મુખ્ય શિક્ષકોએ મન બનાવી લીધું છે,અમને વિશ્વાસ છે કે સરકારશ્રી અમારી વ્યથા સમજીને અમને અન્યાય ક્યારેય થવા નહિ દે, આપ સરકારશ્રી માં અમારા પ્રતિનિધિ છો તો આપ અમારી લાગણી અને માંગણી સરકારશ્રી સુધી પહોંચાડી અમારી જિલ્લા ફેર બદલી તાત્કાલિક જાહેર કરવામાં આવે એવી રજૂઆત સાથે માંગ કરવામાં આવી છે.

