Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

સોનગઢ તાલુકાના પંચાયતની મહિલા સભ્ય પર બેરહેમીથી હુમલો : એક હાથમાં ફ્રેક્ચર

સોનગઢ તાલુકા પંચાયતની મહિલા સભ્યને રાણીઆંબા રેલવે ફાટક પાસે બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકા પંચાયતની મહિલા સભ્યના વાળ કાપી, લાકડી અને હોકી સ્ટીકથી માર માર્યો હતો. આ ઘટનાને લઈ મહિલાની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે.આ મહિલા સભ્ય પર બેરહેમીથી હુમલો કરનારી મહિલા સાથે પુરુષો પણ હતાં.સોનગઢ તાલુકા પંચાયતની મહિલા સભ્ય પર અનૈતિક સંબંધનો આરોપ મૂકી જીવલેણ હુમલો કરાયો હતો. જો કે, આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. મહિલા સભ્યને વ્યારા સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. મહિલા સભ્યને એક હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે.

ગતરોજ બપોરના અરસામાં શનિવારે સોનગઢ તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભામાં આવેલી મહિલા સભ્ય સભા પૂરી થતાં પોતાની નાની દીકરી સાથે મોટર સાયકલ પર પોતાના ઘરે જવા નીકળી હતી. ત્યારે એક ટોળું સોનગઢના બરડીપાડા રોડ પરના રાણીઆંબા ફાટક પાસે આ મહિલા સભ્યને ઘેરી વળ્યું હતું. આ ટોળામાં અનૈતિક સંબંધનો આરોપ મૂકનારી પત્ની, પુત્ર સહિતના આઠથી દસ જેટલા સભ્યો પૈકી કેટલાક હોકી, લાકડી સાથે આવ્યા હતા.આ ટોળાએ મહિલા સભ્યની જાહેરમાં ધોલાઈ કરી વાળ કાપી કાઢ્યા હતા. હોકી, લાકડાં જેવાં હથિયારોથી બેરહેમીથી ઢોર માર માર્યો હતો. જાહેરમાં મારામારીનાં ફિલ્મી જેવાં દૃશ્યો સર્જાઇ રહ્યાં હતાં પણ મહિલા સભ્યને બચાવવા કોઇ આગળ આવ્યું ન હતું. મહિલા સભ્યને લોહીલુહાણ હાલતમાં સોનગઢમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વ્યારા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!