Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

તાપી જિલ્લામાં રેલ્વે લાઈન પરથી ગુડ્સ ટ્રેનનો ચોથો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો, કોઈ એ જાણીજોઈને તો આ ઘટના કરી નથી ? તપાસ ચાલુ

વ્યારામાંથી પસાર થતી રેલ્વે લાઈન પર આજરોજ પ્લેટફોર્મ નંબર 1 પરથી ગુડ્સ ટ્રેન લઈ પસાર થઇ રહી હતી,તે દરમિયાન અચાનક કપચી ભરેલો ટ્રેનનો ચોથો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો.

આ બનાવને લઇ રેલવે પોલીસ સહિત રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોચી ગયા હતા.આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

બનાવને લઈને ઘટના સ્થળે તાપી પોલીસ સહિતની ટીમ દ્વારા કોઈ એ જાણીજોઈને તો આ ઘટના કરી નથી.તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.સાથે રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ બનાવમાં નંદુરબારથી સુરત જતી મેમુ ટ્રેનને અસર પડી છે.

Advertisement
error: Content is protected !!