Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

Tapi : ટ્રકમાં લઇ જવાતો નીમ કોટેક યુરીયા ખાતર સાથે ચાલક અને ક્લીનર ઝડપાયા

ઉચ્છલનાં પાંખરી ગામની સીમમાંથી ટ્રક ભરેલ શંકાસ્પદ યુરીયા ખાતરને તાપી એલ.સી.બી.એ ઝડપી પાડયું હતું. જોકે ખેડુતોનાં ખેતી માટેનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે થઈ જવાનું હોવાનું જણાતા રૂપિયા ૩.૯૦ લાખનો ખાતરનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.

સુત્રો પાસેથી મળતી માહિતી મિજબ, ઉચ્છલ તરફથી એક ટાટા ટ્રક બોડીના ઉપર તાડપત્રી બાંધેલ હાલતમાં પસાર થતી હતી જે   શંકાસ્પદ ટ્રકને તાપી એલ.સી.બી. પોલીસે અટકાવી તપાસ કરતા જે ટ્રક નંબર એમપી/૦૯/એચએચ/૧૧૦૦માં તપાસ કરતા જેમાંથી યુરિયા ખાતરનો જથ્થો જોવા મળ્યો હતો. જયારે ટ્રક ચાલક ઈદરીશ નજાકત અલીમકરાણી (રહે.મોટી રાજમોહી, તા.અક્કલકુવા, જી.નંદુરબાર, મહારાષ્ટ્ર) અને ક્લીનરને પુછપરછ કરતા શંકાસ્પદ જથ્થો હોવાનું પ્રાથમિક તબકકે જણાયું હતું. ખેત વપરાશ અંગેનું સબસીડી વાળું નીમ કોટેક યુરીયા ખાતરની બેગ નંગ ૪૦૦ કુલ ૧૮૦૦૦ કિલો જેની કિંમત રૂપિયા ૩,૬૦,૦૦૦/-નાં જગ્યા સાથે ચાલકની અટક કરી જે અંગે ઉચ્છલ ખેતીવાડી અધિકારીને જાણ કરી હતી. ત્યારબાદ ખાતરના સેમ્પલ લઈ ચકાસણી માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા હતા. જે સેમ્પલ ચકાસણી થઈને આવતા જેના રીપોર્ટમાં યુરીયા ખાતર નીમ કોટેડ યુરિયા હોવાનું પ્રસ્થાપિત થયેલ હોય, જે ખાતર માત્ર સરકાર દ્વારા સબસીડી પર ખેડૂતોને ખેતી માટે આપવામાં આવે છે. જેનો ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ કરી શકાતો નથી. ગેરકાયદેસર ખેતીના યુરિયા ખાતરનું વહન કરનાર આરોપી મહમદ ઈદરીશ નજાકત અલી, અબ્દુલ સહેમાન રમઝાન મકરાણીની અટક કરી હતી, જયારે યુરીયા ખાતર ભરાવનાર મુદ્દસર તૈવી (રહે.શહાદા) અને ખાતર મંગાવનાર ચિરાગભાઈ પટેલ (રહે.ચીખલી)નાંઓની તપાસ હાથ ધરી હતી. આમ, એલ.સી.બી. પોલીસે રૂપિયા ૩.૨૦ લાખનાં ખાતર અને ટ્રક જેની કિંમત રૂપિયા ૭ લાખ મળી કુલ રૂપિયા ૧૦.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!