Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest Tapi News : ઉકાઈ ડેમની જળ સપાટી ૩૩૫.૫૮ ફૂટ ઉપર પહોંચી,ડેમના ૧૨ ગેટ ઓપન

ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક ઉપલબ્ધ બનતા આજે સવારે ૭ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૫૮ ફૂટ ઉપર પહોંચી હતી અને ડેમમાં ૧ લાખ કયુસેકથી વધુ પાણીની આવક નોંધાઇ હતી સામે ડેમનું રૂલ લેવલ ને મેન્ટેન કરવા માટે ડેમના ૨૨ ગેટ પૈકી ૧૨ ગેટ સાડા દશ ફૂટ ખોલી ડેમમાંથી અંદાજીત ૨ લાખ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ ઘણા દિવસોથી ઉકાઇ ડેમમાં વધતા ઓછા પ્રમાણમાં નવા પાણીની વિપુલ આવક થઇ રહી છે જેથી ડેમની સપાટી તેના રૂલ લેવલ નજીક પહોંચી છે,ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.તા.૨૮મી ઓગસ્ટ નારોજ સવારે ૭ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૫૮ ફૂટે પહોંચી છે.

ઉકાઇ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યદેશમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા પ્રકાશા ડેમના ૯ ગેટ ફૂલ ઓપન કરીને ડેમમાંથી ૮૮,૯૩૫ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેમજ પ્રકાશા  ડેમની જળ સપાટી ૧૦૬.૯૦ મીટર નોંધાઇ હતી આજ રીતે પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી ૨૧૦.૫૧૦ મીટર નોંધાઇ હતી અને ડેમના ૧૦ ગેટ ફૂલ ઓપન કરી ડેમમાંથી તાપી નદીમાં ૪૩,૭૯૧ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

Advertisement
error: Content is protected !!