Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

Alert :ઉકાઇ ડેમના 11 ગેટ ઓપન કરાયા,ડેમ માંથી છોડાઈ રહ્યું છે આટલું પાણી

ઉકાઈ ડેમમાં ઇનફલોને ધ્યાંને લઈ આજ રોજ સવારે 6 વાગ્યા બાદ ઉકાઈ ડેમમાંથી 1,90,000 ક્યુકેસ પાણી તાપી નદીમાં છોડવામાં આવનાર હોય અને હાલમાં ડેમમાંથી 1,51,462 ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ હોય ડેમના નીચાણ વાળા તાપી નદી કિનારે આવેલ ગામોના તલાટી /સરપંચશ્રીઓને સાવચેતી રાખવા સૂચના અપાઇ છે.

ઉકાઇ ડેમ માંથી વધુ પાણી છોડવામા આવી રહેલ હોય લોકો નદીમાં માછીમારી કરવા તેમજ અન્ય કામે નદી કિનારે ન જાય તે મુજબ ગામના લોકોને અવગત કરવા સુચના આપવામાં આવી છે.

આપને અહીં જણાવી દઈએ છીએકે આજરોજ એટલે કે તા.25મી ઓગસ્ટ 2024 ના રોજ સવારે 8 કલાકે ડેમ ની સપાટી 335.25 ફૂટ નોંધાઇ છે,ડેમમાં 1,99,332 કયુસેક પાણીની આવક નોંધાતા,હાલ ડેમના 11 ગેટ 8 ફૂટ ઓપન કરી 1,51,657 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

Advertisement
error: Content is protected !!