તાપી જિલ્લા એસઓજી શાખાના માણસો ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈને ખાનગી રહે મળેલ બાતમીના આધારે ડોલવણના વાંકલા ઓલણા નદીપાર ફળિયામાંથી પ્રતીક ઉર્ફે પકો છનાભાઈ ગામીત નામના વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો હતો.
આ પકડાયેલ આરોપી ઉચ્છલ પોલીસમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં વોન્ટેડ હતો અને ઘણા સમયથી નાસતો ફરતો હતો.

