Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

Tapi : ખોગલ ગામ માંથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ખોગલ ગામ ડેરી ફળિયાના ડેરી પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૯/૦૭/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન અ.હે.કો. અનિરુદ્ધસિંહ દેવસિંહ તથા અ.પો.કો. રાહુલભાઈ દિગંબરભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, ખોગલ ગામ ડેરી ફળિયાના ડેરી પાસેથી વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી અમરસિંગ કુબેરભાઈ ગામીત (ઉ.વ.૩૨.,રહે.ઘૂંટવેલગામ, બંગલી ફળિયું, તા.સોનગઢ, જિ.તાપી)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!