સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢ એસ.ટી. બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૭/૦૭/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઈ. જગદીશભાઈ જોરારામભાઈ તથા અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, સોનગઢ એસ.ટી. બસ સ્ટેશન પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી પ્રેમભાઈ રામચંદ્ર મોટવાણી (ઉ.વ.૪૫., રહે.આનંદ મંગલ સોસાયટી, રામ નગર પાછળ, રાંદેર, સુરત)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી.
Latest News
ખોલવડ ગામની સીમમાં વહેતી નદીમાંથી ગુમ ઈસમની લાશ મળી, પોલીસ તપાસ શરૂ
September 29, 2026
ઓલપાડનાં વિહારા ગામે બાઈક અડફેટે વૃદ્ધાનું મોત નીપજ્યું
September 29, 2026
પારડીનાં અરનાલા ગામનાં યુવકનું અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું
September 29, 2026
Tapi : સોનગઢ એસ.ટી. બસ સ્ટેશન પાસેથી દારૂના ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો


