Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી

ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી હતી, આ બેઠકમાં ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહ્યા હતા. સંગઠનની તમામ પાંખના હોદ્દેદારોને બેઠકમાં બોલાવાયા હતા. પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકી દ્વારા નવા સંગઠનની જાહેરાત કરાઇ હતી.

આગામી મુખ્યમંત્રી કોળી સમાજના હોવા અંગે હીરા સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે કોળી સમાજના નેતા મુખ્યમંત્રી બને તો સમાજ માટે આનંદની વાત છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં કોળી સમાજનું મહાસંમેલન થશે. આ સાથે તેમણે ઝોન વાઇઝ હોદ્દેદારોને સંગઠનની જવાબદારી સોંપાશે તેમ પણ કહ્યું. ચુવાળિયા,ઘેડિયા અને તળપદા કોળીને સાથે લઈને અસરકારક રીતે કામગીરી થશે તેમ હીરા સોલંકીએ જણાવ્યું હતું.

Advertisement
error: Content is protected !!