ખેડા : ગુજરાતમાં દારૂબંધી તો જાણે માત્ર નામનીજ હોય તેવા કિસ્સાઓમાં વધારો થતો હોય તેવો ફરી એક ઘટના બની હતી જેમાં, ખેડામાં કુરિયરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી એલસીબી પોલીસે ઝડપી પાડી છે. કનેરા ગોડાઉનમાં ડિલિવરી કુરિયર કંપનીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે.
નેશનલ હાઈવે 48 પર આવેલ પેલેડિયમ લોજિસ્ટિક પાર્કમાંથી દારુ પકડાયો છે. અશ્વિકા નામના ગોડાઉનમાંથી 41 નંગ વિદેશી દારુની બોટલ પકડાઈ છે. ખેડા એલસીબી એ 20,500ની કિંમતનો દારુ ઝડપ્યો છે. દિલ્હીથી લક્ષ્મી ગ્લાસ કંપનીએ વિજાપુરના રંજનસિંહ ચૌહાણના નામે મોકલ્યુ હતુ પાર્સલ. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Latest News
ખોલવડ ગામની સીમમાં વહેતી નદીમાંથી ગુમ ઈસમની લાશ મળી, પોલીસ તપાસ શરૂ
September 29, 2026
ઓલપાડનાં વિહારા ગામે બાઈક અડફેટે વૃદ્ધાનું મોત નીપજ્યું
September 29, 2026
પારડીનાં અરનાલા ગામનાં યુવકનું અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું
September 29, 2026


