તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે.પરિણીત યુવકે સગીરાને પોતાની જાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નિઝર પોલીસ સુધી પહોંચી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના પીપલોદનો હર્ષલભાઈ જીતેન્દ્રભાઈ વળવી નામનો પરણિત યુવકે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી ફોસલાવીને ખેતરમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. જોકે તા.૨૪મી જુન નારોજ પરણિત યુવકનો ભાંડો ફૂટતા પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે આ અંગે જો કોઈને કહેશે તો તે તેને બદનામ કરી દેશે અને પિતાજી તથા ભાઈને પણ મારી નાખશે.જેથી સગીરા ચાર મહિના સુધી ચુપચાપ આ અત્યાચાર સહન કરતી હતી.
જબરજસ્તીથી શારીરિક સબંધ બાંધી સગીરાને ગર્ભવતિ પણ બનાવી : કુકરમુંડા વિસ્તારમાં ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ છે. નિઝર પોલીસ મથકે સગીરાની માતાએ ફરિયાદ નોધાવી છે કે હર્ષલભાઈ જીતેન્દ્રભાઈ વળવી નામના પરણીત યુવકે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યુ છે. છેલ્લા ચાર મહિનાથી પરિચયમાં આવેલા હર્ષલભાઈ વળવીએ સગીરાને પોતાની વાતોમાં ભોળવી તેને ખેતરમાં બોલાવી મોઢું દબાવી જબરજસ્તીથી શારીરિક સબંધ બાંધી સગીરાને ગર્ભવતિ પણ બનાવી હતી.સમગ્ર મામલે નિઝર પોલીસે ફરિયાદના આધારે હર્ષલભાઈ જીતેન્દ્રભાઈ વળવી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

