નિઝરનાં હિંદ હાટી ફળિયા પાસે વગર પાસ પરમિટે જુગાર રમતા એકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, નિઝરનાં હિંદ હાટી ફળિયા પાસે જાહેરમાં કેટલાક ઈસમો કઈક આપ લે કરતા અને તેઓની ઉપર જુગાર અંગેનો શક જતાં પોલીસે રેડ કરતા ત્યાં હાજર ઈસમો ભાગી છૂટ્યા હતા જયારે પોલીસે એકને ઝડપી પાડી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, વિનોદ સુભાષભાઈ ઠાકરે (રહે.હિંદ હાટી ફળિયું, નિઝર)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે જુગાર રમવાના સાધનો જેમાં આંકો લખેલ સ્લીપ, બોલપેન, જુદા-જુદા દરની ચલણી નોટો મળી રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Latest News
ખોલવડ ગામની સીમમાં વહેતી નદીમાંથી ગુમ ઈસમની લાશ મળી, પોલીસ તપાસ શરૂ
September 29, 2026
ઓલપાડનાં વિહારા ગામે બાઈક અડફેટે વૃદ્ધાનું મોત નીપજ્યું
September 29, 2026
પારડીનાં અરનાલા ગામનાં યુવકનું અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું
September 29, 2026


