Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

ટેમ્પાને રિવર્સ લેતા એક શખ્સ કચડાયો,નિઝર તાલુકાનો બનાવ

નિઝરનાં વાંકા ચાર રસ્તા પાસે આઇસર ટેમ્પો ચાલુ થતો ન હોવાથી પાછળથી ધક્કો મારીને ચાલુ કરાવવાની કોશિશ કરતા બે ઇસમો પૈકી એકને ટેમ્પોનાં ચાલકે બેદરકારીથી રિવર્સ લઈ અડફેટે લેતા શખ્સનું મોત નિપજ્યું હતું.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાનાં વાંકા ચાર રસ્તા પાસે પરી હોટલની સામે નિઝર-વ્યાવલ રોડ ઉપર ગત તારીખ 24/06/2024નાં રોજ આઈસર ટેમ્પો નંબર MH/48/AY/8686ને જયેશ ધનરાજ પાટિલ તથા ક્લીનર પ્રવીણ રવીન્દ્ર પાટિલ પાછળથી ધક્કો મારી રહ્યા હતા.તે દરમિયાન આઈસર ટેમ્પોનાં ચાલક આમુલ બાડુ દેસલે (રહે.બાંભોરી, તા.ધરનગાંવ, જિ.જલગાંવ)નાંએ ટેમ્પાને રિવર્સ લેતા જયેશ ધનરાજ પાટિલ (રહે.બાંભોરી, તા.ધરનગાંવ, જિ.જલગાંવ, મહારાષ્ટ્ર) કચડાઈ ગયો હતો. જેને માથાનાં ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે ટેમ્પો ચાલક સામે નિઝર પોલીસ મથકે પ્રવીણ પાટિલે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
error: Content is protected !!