નિઝરનાં અર્તુલી ગામેથી વગર પાસ પરમિટે જુગાર રમાડનાર એકને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, નિઝર પોલીસે રવિવારનાં રોજ અર્તુલી ગામનાં પાટીલ ફળિયામાં રહેતા સાહેબરાવ આશારામ કોળી નાંને તેના અંગત ફાયદા માટે મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકો પર આંકડા લખી જુગાર રમતો ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે જુગાર રમવાના સાધનો જેમાં કોરા કાગળ પર આંકો લખેલ સ્લીપ, બોલપેન, અને જુદા-જુદા દરની ચલણી નોટોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Latest News
ખોલવડ ગામની સીમમાં વહેતી નદીમાંથી ગુમ ઈસમની લાશ મળી, પોલીસ તપાસ શરૂ
September 29, 2026
ઓલપાડનાં વિહારા ગામે બાઈક અડફેટે વૃદ્ધાનું મોત નીપજ્યું
September 29, 2026
પારડીનાં અરનાલા ગામનાં યુવકનું અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું
September 29, 2026


