મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરએ નેચરોપેથી અને યોગ વિભાગના સંકલનમાં આયુષ મંત્રાલયના નિર્દેશ મુજબ 21/06/2024નાં રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરી. જેમાં બધા યોગ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે યોગની ઉજવણી કરી. જયારે સંસ્થાનાં યોગ નિષ્ણાંત ડો.પીયૂષ પંડ્યા સર અને ડો.જ્યોતિ શુક્લાએ ઓમકાર જાપ પછી વિવિધ આસનોનું નિદર્શન કર્યું.
તેમજ અમારી કોલેજનાં કેટલાક વિદ્યાર્થીઓએ વિવિધ આસનોનું નિદર્શન કર્યું હતું. સ્ટાફના સભ્યો અને વિદ્યાર્થીઓએ જાગૃતિ માટે સોશિયલ મીડિયા પર #સ્વયં અને સમાજ માટે યોગ # સાથેના ફોટા પણ અપલોડ કર્યા, પ્રથમવર્ષ BHMSની વિદ્યાર્થીનીઓએ ‘યોગ દિવસ’ની થીમ પર રંગોળી તૈયાર કરી. આ કાર્યક્રમમાં ડો.પિયુષ પંડ્યાએ તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને ફિટ રહેવા અને જીવનમાં એકાગ્રતા વધારવા માટે નિયમિત યોગાસન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

