પાટણની ઐતિહાસિક નગરીમાંથી ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી છે. એક મકાનમાં ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી હતી. મકાનનો પાયો ખોદવા દરમિયાન પ્રતિમા મળી હતી.
ખુમાનસિંહના પ્લોટમાંથી ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમા નીકળી હતી. પ્રતિમા મળતી ફરી એકવાર ઐતિહાસિક પાટણ પંથકનો ઇતિહાસ ઉજાગર થયો હતો. આ ઉપરાંત ગુજરાતના વલ્લભીપુરમાં પણ કેટલાય સ્થળોએથી બૌદ્ધકાળના અવશેષો મળ્યા છે. ગુજરાતમાં આજે પણ ઘણા સ્થળેથી બૌદ્ધ યુગના અને ચંદ્રગુપ્ત મૌર્ય યુગ તથા અશોકના કાર્યકાળના અવશેષો મળી આવે છે. તેથી અહીં ઘણા સમય સુધી બૌદ્ધ ધર્મનો પ્રભાવ રહ્યો હોવાનું માનવામાં આવે છે.
પાટણમાં એક મકાનનો પાયો ખોદવા દરમિયાન ભગવાન બુદ્ધની પ્રતિમા મળી


