Explore

Search

October 25, 2026

Contact us -7820092500

IAS Coaching

અંકલેશ્વર હાઈવે ઉપર પોલીસે ગાંજાનાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર-સુરત નેશનલ હાઈવે પર કિચન કબાના નજીક પોલીસે વોચ ગોઠવી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી અંકલેશ્વરથી પાનોલી ખાતે ગાંજાનો છૂટક વેપલો કરવા જતો હોવાની માહિતી આપી હતી. પોલીસે તેની પાસેથી ગાંજો, મોપેડ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૭૭,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરી ફરાર સપ્લાયરને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર શહેરના હેપ્પી નગરમાં રહેતા અલ્તાફ હુસૈન ઇસરાફીલ શાહે આર્થિક લાભ મેળવવા માટે સુરતના અશ્વિનીકુમાર રોડ, રેલવે પટરી વિસ્તારમાં રહેતા શૈલેશ પાસેથી ગાંજાને જથ્થો મેળવ્યો હતો.

આ ગાંજાની રૂપિયા ૫૦ અને રૂપિયા ૧૦૦ની નાની પડીકીઓ બનાવી ગ્રાહકોને છૂટક વેચવાના ઈરાદે તે પોતાની કાળા-લાલ રંગની મોપેડની ડિકીમાં ગાંજો રાખીને અંકલેશ્વરથી પાનોલી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન અંકલેશ્વર-સુરત નેશનલ હાઈવે પર કિચન કબાના નજીક વોચ ગોઠવી પોલીસે અલ્તાફ હુસૈન શાહને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ૨૫૦ ગ્રામ ગાંજો, જેની કિંમત રૂપિયા ૧૨,૫૦૦/- થાય છે, તેમજ પારદર્શક પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલી ૧૪૩ નાની થેલીઓ મળી આવી હતી. તદ્દઉપરાંત રૂપિયા ૬૦,૦૦૦ની મોપેડ અને એક નંગ મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે ગાંજો, મોપેડ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૭૭,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં સુરતનો શૈલેશ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર હોવાનું સામે આવતાં પોલીસે તેને ઝડપી પાડવા સહિતની વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!