સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં શેખપુર ખાતે હરિદર્શન સોસાયટીમાં રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના જશાધાર ગામના ૪૨ વર્ષીય વિજયભાઈ લવજીભાઈ ગોહિલ રિક્ષા ચલાવતા હતા. તેઓ સવારે પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરતી વેળા કરંટ લાગતા બેભાન થઈને ઢળી પડ્યા હતા.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તેમજ પરિવારજનોએ તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સાયણના સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડયા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તપાસીને વિજયભાઈને મૃત ઘોષિત કર્યા હતા. ઘટનાની જાણ કામરેજ પોલીસ કરવામાં આવી હતી.(સૌજન્ય)


