Explore

Search

May 28, 2026

Contact us -7820092500

IAS Coaching

ધરમપુરનાં નગારીયા વિસ્તારનાં દંપતી પર હુમલો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

વલસાડ જિલ્લાનાં ધરમપુરનાં નગારીયા વિસ્તારમાં રસ્તો બનાવવાનું કામ કરી રહેલ કામદારોથી અકસ્માતે વીજ લાઈનનો સર્વિસ વાયર તૂટી જતા આ વિસ્તારમાં અંધારપાટ થયો હતો. જેથી ફળિયામાં રહેતા નાયકા પરિવારના સભ્યોએ રાત્રે કામકાજ કરી રહેલા કામદારોને રાત્રે કામ કરવા બાબતે ટકોર કરી હતી. આ દરમિયાન સ્થળ પર દોડી આવેલા પિતા પુત્રની બેલડી સહિતના ચાર ઈસમોએ નાયકા દંપતીને રસ્તાનું કામકાજ બંધ કરાવવાનું ઉપરાણું લઈને તકરાર શરૂ કર્યા બાદ દંપતીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મળતી માહિતી મુજબ, નગારીયા વિસ્તારમાં ગુલાબભાઈ વિનુભાઈ નાયકા પત્ની મધુબેન અને પુત્ર અમર સાથે રહે છે. દંપતી મજૂરી કામ કરી છે.

જયારે તેમનો પુત્ર અમર કોરિયોગ્રાફર તરીકે હાલ કામ કરે છે. જોકે પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા, ત્યારે રાત્રે ૧૧ વાગ્યે અચાનક વીજળી ડૂલ થઈ જતા આ વિસ્તારમાં અંધારપાટ સર્જાયો હતો. વીજ જવાથી થવા બાબતે ગુલાબભાઈ સહિતના પરિજનો ઘરની બહાર આવી તપાસ કરી હતી. જે તપાસમાં આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન રસ્તો બનાવવાનું કામ કરી રહેલા કામદારોથી અકસ્માતે વીજ લાઈનનો સર્વિસ વાયર તૂટી ગયો હોવાનું જણાયું હતુ. જેથી ગુલાબભાઈએ કામદારોને રાત્રે રસ્તો બનાવવાનું કામ નહિ કરવાની ટકોર કરી, તેમના કોઈક મુખ્ય વ્યક્તિને બોલાવવા જણાવ્યું હતું.

તે સમયે ફળિયામાં રહેતા ધર્મેશ અર્જુનભાઈ પટેલ તેના પિતા અર્જુનભાઈ રણછોડભાઈ પટેલ, દિલીપભાઈ રણછોડભાઈ પટેલ અને જગદીશ ગુલાબભાઈ પટેલ, આ સ્થળે આવ્યા હતા. આ ચારેય ઈસમોએ ગુલાબભાઈને તેઓ રસ્તાનું કામ બંધ કરાવી રહ્યા છે, તેવું જ અપશબ્દો કહ્યા હતા. ગુલાબભાઈએ અપશબ્દો ન બ કહેતા ઉશ્કેરાયેલા ચારેય ઈસમો તેમને માર મારવાનું શરૂ કરી દીધું તેથી પત્ની મધુબેન પતિને બચાવવા જતા ચારેય ઈસમોએ તેણીને પણ માર્યો હતો. જે પૈકી પથ્થર વડે ગુલાબભાઈ ઉપર હુમલ તેમને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઈસમોએ નાયકા દંપતીને જાનથી નાંખવાની ધમકી આપી ઈજાગ્રસ્તોને સારવાર માટે ધરમપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

Advertisement
error: Content is protected !!