Explore

Search

August 11, 2026

Contact us -7820092500

IAS Coaching

તાપી : જાહેરનામાનો ભંગ કરનાર ઈંટનાં ભઠ્ઠાનાં માલિક સામે ફરીયાદ નોંધાઈ

વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બામણામાળ ગામ નજીક જાહેરનામાનો ભંગ કરવા બદલ એક ઈંટના ભઠ્ઠાના માલિક સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાપી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરના જાહેરનામા મુજબ, બહારથી આવતા શ્રમિકો કે કર્મચારીઓની રોજબરોજની વિગતો માટે નિયત રજીસ્ટર રાખવું તેમજ ફોટા સહિતનો બાયોડેટા અને આઈ.ડી. પ્રૂફ નજીકના પોલીસ સ્ટેશન તથા મામલતદાર કચેરીમાં જમા કરાવવા ફરજિયાત છે. જોકે, ભઠ્ઠાના માલિક જગદીશભાઈ છીબાભાઈ પ્રજાપતિ (રહે. વિપુલ પાર્ક સોસાયટી, વ્યારા) એ આવું કોઈ રજીસ્ટર નિભાવ્યું ન હતું કે પોલીસને કોઈ જાણ કરી ન હતી. કલેક્ટરના જાહેરનામાના આદેશનો ઉલ્લંઘન કરવા બદલ ભઠ્ઠાના માલિક વિરૂદ્ધ વ્યારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement
error: Content is protected !!