સુરત શહેરના વરાછા વિસ્તારમાં હીરા ડાઈગ મિલમાં કામ કરતા પતિને પત્ની સાથે ઘર કંકાસ થતા પત્નીએ જીવન ટૂંકાવી લીધું હતું. માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ વરાછા વિસ્તારમાં બજરંગનગર ખાતે રહેતા નિરજ પાંડે સ્થાનિક વિસ્તારમાં આવેલ હીરા ડાઈંગ મિલમાં કામ કરી પત્ની જયોતિ અને એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન રવિવારે રજા હોવાથી સવારે નિરજ કામ અર્થે ઘરેથી બહાર ગયો હતો અને બપોરે મોડો ઘરે આવતા પત્ની જયોતિ સાથે ઝઘડો થયો હતો. જેને પગલે ઘરની બહાર નીકળી નિરજે સાસુને ફોન કર્યો હતો. દરમિયાન જ્યોતિએ ઘરે ફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર મામલે વરાછા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Latest News
સુરત જિલ્લાનાં હથુરણની સીમમાંથી પસાર થતી કેનાલમાં ઝંપલાવી ઈસમે આત્મહત્યા કરી
September 27, 2026
કીમ નજીક કુડસદ ગામે મંદિરમાં દિન-દહાળે તસ્કરો ત્રાટક્યાં
September 27, 2026
વલસાડ જિલ્લાનાં ડુંગરા ગામમાં મકાનનું તાળું તોડી દાગીનાની ચોરી થઈ
September 27, 2026


